Site icon

ગુપ્તચર ખાતાનો ઉદ્ધવ ઠાકરેને ડીંગો-આટલા ધારાસભ્યો મહારાષ્ટ્ર બહાર જતા રહ્યાં અને કોઈએ મુખ્યમંત્રીને સમાચાર સુદ્ધા ન આપ્યા-આ અગાઉ શરદ પવારના ઘરે પણ હુમલો થયો હતો

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ અઘાડીની(Mahavikas Aghadi) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર પર  સંકટના વાદળો છવાયેલા છે. દરમિયાન, સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે NCP પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. રાતોરાત આટલા ધારાસભ્યો(MLA) મુંબઈથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ સુદ્ધાં ન થઈ તેનાથી ગૃહ વિભાગની (Home ministry) કામગીરી સામે શંકા નિર્માણ થઈ રહી છે.

મહાવિકાસ આઘાડીની સરકાર પર આ સંકટને જોતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બપોર પછી મુલાકાત કરવાના હતા. જોકે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ કોવિડ પોઝિટિવ(Covid positive) આવતા આ મુલાકાત થવાની કોઈ  થવાની શક્યતા નથી. આ બેઠકમાં એકનાથ શિંદેનો(Eknath Shinde) બળવો અને મહારાષ્ટ્ર સરકાર બચાવવાની ચર્ચા થવાની હતી. 

આ સમાચાર પણ વાંચો :  અહીં વાંચો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેના યુદ્ધની ખરી કહાણી- ઉદ્ધવે અઢી વર્ષમાં એવું કર્યું કે એકનાથ શિંદે અકળાઈ ગયા

આ દરમિયાન  ઉદ્ધવ ઠાકરે સહિત રાષ્ટ્રવાદીના સુપ્રીમ શરદ પવાર બંને ગૃહ ખાતાની કામગીરીથી સખત નારાજ છે. રાતોરાત ધારાસભ્ય બાય રોડ સુરત(Surat) પહોંચી ગયા તો પણ ગુપ્તચર ખાતાને તેની માહીતી કેમ લાગી નહીં એવા સવાલ પણ થઈ રહ્યા છે. સૂત્રોના કહેવા મુજબ રવિવારે રાતના પોલીસ બંદોબસ્ત વચ્ચે જ એકનાથ શિંદે સહિતના કેટલાક ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. તલાસરી સુધી મહારાષ્ટ્ર પોલીસની(Maharashtra Police) સુરક્ષા એકનાથ શિંદેને હતી. ત્યારબાદ ગુજરાત પોલીસની(Gujarat Police) સુરક્ષામાં એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે સુરત રવાના થયા હતા.

આટલી મોટી હિલચાલ થઈ રહી હતી છતાં ગૃહખાતાને અને મુખ્ય પ્રધાનની ઓફિસને તેની જાણ થઈ નહોતી. તેથી ગૃહ ખાતાના કારભાર સામે જ હવે શંકા સેવાઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકાર પર આટલું મોટું સંકટ આવ્યું અને તેની ભાળ પણ  ગુપ્તચર ખાતાને લાગી નહીં. આ અગાઉ પણ શરદ પવારના નિવાસસ્થાન પર એસ.ટી. કર્મચારીઓ(S.T. Employees) પહોંચી ગયા હતા અને તેઓએ પથ્થરમારો કર્યો હતો. તેની પણ જાણ ગુપ્તચર ખાતાને લાગી નહોતી. આમ ગૃહ ખાતા અને તેના ગુપ્તચર ખાતું સરિયામ નિષ્ફળ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે કોરોનાની એન્ટ્રી- રાજ્યપાલ બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના પોઝિટિવ-  જાણો વિગતે 
 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version