ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં ઓમિક્રોનના નવા 110 કેસ નોંધાયા હતા. આ સર્વ દર્દી પુણેના છે.
આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા વધીને 3040 થઇ છે.
જોકે 1603 લોકો ઓમિક્રોનમાંથી સાજા પણ થયા છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં 6605 લોકો પર ઓમિક્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 6418 લોકોના તપાસ રિપોર્ટ સામે આવ્યા છે. 187 લોકોના તપાસ રિપોર્ટ આવવાના બાકી છે.
