Site icon

દિલ્હી માં એક પબ માં ભીડ ઉભરાતા, આખેઆખું પબ સીલ થયું. શું મુંબઈમાં પણ આવુંજ થશે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર.

દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને ફરી એકવાર દેશમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દરમિયાન, કેજરીવાલ સરકારે રજાઓ અને ક્રિસમસ-નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં આ દરમિયાન દિલ્હીના મેહરૌલીમાં એક રેસ્ટોરન્ટમાં કોવિડના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. કોવિડના નિયમોના ભંગ અને ભીડને જોતા દિલ્હી પોલીસે રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમની ટીમે મહેરૌલીમાં આ ક્લબ પર દરોડા પાડ્યા ત્યારે ત્યાં ૬૦૦ લોકો હાજર જાેવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, કોવિડ નિયમોની અવગણના કરવા અને આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા બદલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. આ અંગે એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) એમ હર્ષ વર્ધને મીડિયાને જણાવ્યું હતું કે દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં ડાયબ્લો રેસ્ટોરન્ટ સામે આઈપીસીની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે અમલમાં લાવવામાં આવેલા આદેશનું અનાદર) અને 269 (જીવન માટે જોખમી રોગનો ચેપ ફેલાવવાની બેદરકારીથી કૃત્ય) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં પ્રિન્ટેડ પેપરમાં ખોરાક આપવા પર પ્રતિબંધ, FDAએ કહ્યું- ઝેરી હોય છે શાહી; થઈ શકે છે આ મોટી બીમારી 

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા જતા સંક્રમણના કેસને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ ભેગા થવા અંગે કડક સૂચના આપવામાં આવી છે. આ  ઉપરાંત કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. ડીડીએમએ આ માટે ઔપચારિક આદેશ જારી કર્યો છે. આ સાથે દિલ્હીમાં રેસ્ટોરાં, સિનેમાઘરો અને બાર ફરી 50 ટકા સાથે ખુલશે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version