ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોના એ ફરી માથું ઉચક્યું છે. તેની સાથે જ મહારાષ્ટ્ર સરકારે દોષનો ટોપલો કેન્દ્ર સરકારના માથે નાખવાની કોશિશ કરી. જવાબમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના 30 જિલ્લામાં નિરીક્ષકોને મોકલાવ્યા. આ નિરીક્ષકોએ મહારાષ્ટ્ર સરકારની ઉતરતી કામગીરી તેમજ નિમ્ન સ્તરની તૈયારીઓ પર રિપોર્ટ બનાવ્યો. હવે આ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાડયો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ક્ષણે આ પત્ર લખ્યો છે જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના ની રસી ની વ્યવસ્થા પુરવઠા અનુસાર કરવામાં આવશે. પોતાના રિપોર્ટમાં તેમણે જણાવ્યું કે
૧. લોકોના ટેસ્ટ લેવા માટે જેટલો સ્ટાફ હોવો જોઈએ તેટલો નથી.
૨. આ ઉપરાંત વધુ લોકોની તપાસણી થવી જોઈએ જે ગત દિવસોમાં થઈ નથી.
૩. સતારા, સાંગલી અને ઔરંગાબાદ જિલ્લામાં કોરોના ને કાબુમાં લેવા માટે યોગ્ય પ્રયાસો થયા નથી
૪. બુલઢાણા, સતારા, ઓરંગાબાદ અને નાંદેડમાં લોકોનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ નથી.
૫. ભંડારા જિલ્લામાં કેટલા કેસ નોંધાઈ રહ્યા છે તે મુજબ કેટલાક દોષિત ક્ષેત્રો એમ જાહેર નથી કરવામાં આવ્યા?
૬. પાલઘર, અમરાવતી, લાતુર જેવા વિસ્તારમાં મનુષ્ય બળની કમી ને કારણે ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ ભારે ત્રાસ વેઠી રહ્યા છે.
આંખ મારવાની કુટેવ છે? હવે ભારે પડશે. એક ભાઈ ને જેલ થઈ. જાણો વિગત.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પ્રત્યેક જિલ્લામાં કઈ ત્રુટિઓ રહી જવા પામી છે તે આંકડા સહિત રાજ્ય સરકારને લખીને આપી દીધું છે.
આમ કેન્દ્ર સરકારે કાગળિયા પર રાજ્ય સરકારનું નાક વાઢી નાખ્યું છે.