News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં સ્ટેજ છોડીને જવાના મુદ્દે ઉઠી રહેલા વિવાદ પર અજીત પવારે સ્પષ્ટતા કરી છે.
મહારાષ્ટ્રના પૂર્વ નાયબમુખ્યમંત્રી અજીત પવારે એનસીપી હાઈકમાન્ડ સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની વાતનો રદીયો આપ્યો છે.
સાથે તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં મંચ છોડીને જવા મુદ્દે કહ્યું કે, હું વોશરૂમમાં ગયો હતો.
મહત્વનું છે કે રવિવારે એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક દરમિયાન અજીત પવાર સ્ટેજ પરથી ઉઠીને ચાલ્યા ગયા. જે બાદ તેમની રાહ જોવાતી રહી પરંતુ તેઓ પાછા આવ્યા નહીં.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
