ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
મુંબઈની સૌથી નજીકનું લોકપ્રિય પર્યટન સ્થળ માથેરાન મુંબઈગરાનું તો માનીતું છે પણ સાથે જ સેન્ટ્રલ રેલવે માટે પણ કમાઉ દીકરો સાબિત થયું છે. સેન્ટ્રલ રેલવેની અમન લોજ અને માથેરાન વચ્ચે દોડતી શટલ સેવાએ જાન્યુઆરી-2021 થી જાન્યુઆરી-2022 સુધીના 12 મહિનામાં 3.14 લાખ મુસાફરોનું પરિવહન તો કર્યું હતું. એ સાથે જ રેલવેને કરોડો રૂપિયાની આવક પણ રળી આપી છે.
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ અમન લોજ અને માથેરાન વચ્ચે જાન્યુઆરી-2021 થી જાન્યુઆરી-2022ના સમયગાળા દરમિયાન રેલ્વેએ 3,13,664 મુસાફરો અને 44,779 પાર્સલ તથા સામાન પેકેજોનું પરિવહન કર્યું છે, જેમાં સપ્તાહના ચાલુ દિવસોમાં કુલ 16 સર્વિસ અને સપ્તાહના અંતે 20 સર્વિસ દોડાવી હતી. જેના કારણે જાન્યુઆરી-2021થી જાન્યુઆરી-2022ના સમયગાળા દરમિયાન રેલવેની આવકમાં 1.93 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં મુસાફરોના પરિવહનમાંથી 1.89 કરોડ રૂપિયા અને પાર્સલમાંથી 3.59 લાખ રૂપિયાની આવકનો સમાવેશ થાય છે.
આજનો શુભ દિન – શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે શિવરાત્રી, જાણો ચાર પ્રહરમાં શિવની પૂજા કરવાનું મહત્વ
નવેમ્બર-2021નો મહિનો કુલ પેસેન્જર અને પાર્સલની આવક 27.86 લાખ રૂપિયા સાથે ચાર્ટમાં ટોચ પર હતો, ત્યારબાદ ડિસેમ્બર-2021માં કુલ પેસેન્જર અને પાર્સલની આવક 27.37 લાખ રૂપિયા હતી.