Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની પાડોશમાં આવેલાં બાળકો શાળામાં જવા હોડીમાં પ્રવાસ કરે છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ છે, ત્યારે શરમજનક કહેવાય એમ આઝાદીનાં 74  વર્ષો બાદ પણ મુંબઈની નજીકના દહાણુના કોસેસરી ગામનાં બાળકોને શાળામાં જવા જાનના જોખમે હોડીનો પ્રવાસ કરવો પડે છે. કોસેસરી ગામમાં સૂર્યા નદી પર પૂલ નહીં હોવાથી એક કિનારેથી બીજા કિનારે 600 મીટરના અંતરે આવેલી સ્કૂલમાં જવા માટે બાળકો હોડીનો ઉપયોગ  કરે છે. નદીનો કિનારો પાર કરવા માટે ગામના જ વડીલોએ લાકડાની ટેમ્પરરી કહેવાય એવી બોટ બનાવી છે, એ પણ હલેસાથી ચાલી શકે એમ નથી. એથી એક કિનારાથી બીજા કિનારા સુધી દોરડું બાંધવામાં આવ્યું છે. બોટમાં બેસીને આ દોરડાને ખેંચીને એક કિનારેથી બીજા કિનારે જવું પડે છે.

અમરિંદર સિંહ પર પ્રહારથી હિટ વિકેટ થયા નવજોત સિંહ સિધ્ધુ, હાઇકમાન્ડે ચૂંટણી માટે મુખ્યમંત્રીને સોંપી આ જવાબદારી

ચોમાસા દરમિયાન ભારે વરસાદ હોય ત્યારે તો હોડીમાં જવું વધુ જોખમી હોય છે. છતાં આવી પરિસ્થિતિમાં પણ બાળકો શાળાએ જઈ રહ્યાં છે. વિકાસના નામે લોકોને વર્ષો સુધી મૂર્ખ બનાવનારી સરકારના નફ્ફટ અધિકારીઓને કાને હજી સુધી આ ફરિયાદ સંભળાતી નથી. 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version