News Continuous Bureau | Mumbai
રવિવારે હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સોમવારે ફરી એકવાર હિંસા ભડકી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ હિંમતનગરમાં રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં હિંસા ભડકી હતી.
બંને વિસ્તારમાં જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા.
આ હિંસા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રામનવમીના રોજ ભડકેલી હિંસા બાદ પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમાચાર પણ વાંચો : ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત મામલે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આપી આટલા લાખની સહાય; જાણો વિગતે
