ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરના આસપાસની જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ અને ખરીદી થઈ હોવાનો અહેવાલ એક જાણીતા અખબારે બહાર પાડયો છે. આ અહેવાલને પગલે ખળભળાટ મચી ગયો છે, ત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પ્રભુ રામના અયોધ્યામાં મહાજમીન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે. ફક્ત પાંચ મિનિટમાં જમીનની કિંમત 16.5 કરોડ રૂપિયા કેવી રીતે વધી ગઈ? એવો સવાલ પણ તેમણે કર્યો છે.
અયોધ્યામાં આ મહાજમીન કૌભાંડ થયું હોવાનું બહાર આવતા જ જાગેલી ઉત્તર પ્રદેશ સરકારે જિલ્લા પ્રશાસનને તપાસનો આદેશ આપ્યો છે. જોકે તેની સામે પ્રિયંકા ગાંધીએ વાંધો ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે અયોધ્યાના જમીન કૌભાંડ બાબતે યોગી સરકાર ગંભીર નથી.
મિડિયાના અહેવાલ મુજબ મંદિરના આસપાસના વિસ્તારમાં રહેતા દલિત સ્થાનિક ગ્રામીણ લોકો પાસેથી સરકારી અધિકારી, ભૂતપૂર્વ ધારાસભ્ય, ભૂતપૂર્વ મેયર, અનેક પોલીસ અધિકારી, બ્યુરોકેટસ સહિત તેમના સગાસંબંધીઓએ પાણીના ભાવે જમીન ખરીદી છે.