News Continuous Bureau | Mumbai
બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં ધામધૂમથી ગણેશોત્સવ(Ganes Chaturthi)ની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે પાંચ દિવસના ગણપતિબાપ્પા(Ganpati Bappa) ને ધૂમધામથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોર્યા પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ માટે કોલ્હાપૂર(Kolhapur) મહાનગરપાલિકા(Munciple corporation) એ વિસર્જન(immersion) સ્થળે અનોખી તૈયારી કરી હતી.
કોલ્હાપૂર મહાનગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળ પર ઓટોમેટિક મશીન ગોઠવવામાં આવ્યું હતું. આ ઓટોમેટીક મશીન(Automatic Machine) દ્વારા ગણેશની મૂર્તિ(Ganpati Idols) ઓને પાણીમાં છોડવામાં આવી હતી. આ એક સ્વચાલિત ઉપકરણ છે, જેની કિંમત લગભગ 83 લાખ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત વિસર્જન માટે આવી આધુનિક ટેલિસ્કોપિક કન્વેયર બેલ્ટ ટેકનોલોજી(Telescopic conveyor belt technology)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીના કારણે 'એક સેકન્ડમાં એક ગણેશની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો..
