Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સહાયના ફોર્મ માટે લોકોને હાલાકી ના પડે તે માટે અમદાવાદના બાપુનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરે હેલ્પ ડેસ્ક ઉભુ કરાવ્યું

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   

Join Our WhatsApp Channel

મુંબઈ, 27 નવેમ્બર  2021         

શનિવાર. 

સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે ત્યારે વિસ્તાર ના લોકો ને અગવડ ના પડે અને ઝડપથી ફોર્મ જમા થઈ જાય તેના માટે બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે પોતાના જ કાર્યાલય પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. જેમાં બાપુનગર વોર્ડમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરી તેમને આજે ફોર્મમાં સહાય માટે આપવાના થતા તમામ ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા છે.

લોકોને મામલતદાર ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવાનું અને ધક્કા ખાવા ન પડે તેના માટે અમે જ ફોર્મ લઈ મામલતદારને આપીશું. બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે દ્વારા લોકોને તકલીફ ન પડે તેવી સુવિધાઓ ઉભી કરી છે. ત્યારે ભાજપના અન્ય કોર્પોરેટરો પણ આવી રીતે સાચા જન પ્રતિનિધિ બની પોતાના વોર્ડમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારોની સંપર્ક કરી આવી રીતે હેલ્પ ડેસ્ક ઉભા કરવા જોઈએ.

 

'લાયકાત વિનાનાને ભરતીમાં ઘૂસવા નહીં દઉં, મારો વાયદો છે, ઉમેદવારોના માર્ગદર્શન માટે 4 શો આવશે': ગૃહમંત્રી હર્ષ સંઘવી

 

કાર્યાલય પર ફોર્મ માટે ડોક્યુમેન્ટ જમા કરાવી ચેક કરી નોટરી કરાવવામાં આવશે અને આ ફોર્મ ત્યાં જ જમા લઈ મામલતદાર ખુદ ફોર્મ ત્યાંથી લઇ જશે. લોકોને મામલતદાર ઓફિસમાં ધક્કા ન ખાવા પડે તે માટે કોર્પોરેટરે પોતાના ત્યાં જ સુવિધા ઉભી કરી દીધી છે. પ્રકાશ ગુર્જરે  જણાવ્યું હતું કે કોરોનાની સહાય લોકોનો ઝડપથી મળેઅને ધક્કા ખાવા ન પડે તેના માટે બાપુનગર કાર્યાલય ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. બાપુનગર વોર્ડમાં કોરોનાથી 160 લોકોના મોત થયા હતા જેની યાદી અમારી પાસે હતી. આ તમામ લોકોને કોરોનામાં સહાય માટેના ફોર્મ જમા કરાવવા માટે અમે ડોક્યુમેન્ટની માહિતી વોટ્સએપ કરી આપી હતી. તમામ ડોક્યુમેન્ટ સાથે આ વારસદારોને બોલાવ્યા છે. એક ટેબલ પર અમે ડોક્યુમેન્ટ ચેક કરીશું. બીજા ટેબલ પર સ્ટેમ્પ સાથે નોટરી કરી આપવામાં આવશે. જેના માટે વકીલ પણ રાખ્યા છે. ત્યાં જ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ લઈ લેવામાં આવશે. બપોર સુધીમાં જેટલા ફોર્મ જમા થશે તે મામલતદારને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને ઝડપથી સહાય મળે તે અમારો પ્રયાસ છે.

Narpoli Police Warehouse Burglary નારપોલી પોલીસની કાર્યવાહી ઘરફોડી કેસમાં 5 આરોપી ઝડપાયા, ટેમ્પો સહિત ₹૨૪.૮૭ લાખ જપ્ત
Mumbra Police Drug Bust મુંબ્રા પોલીસની ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા; ₹૧૦.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Thane WhatsApp Account Hacked વરિષ્ઠ પોલીસ અધિકારીનું વોટ્સએપ હેક સ્ટેટસ પર 12 થી વધુ વાંધાજનક વીડિયો મુકાયા, સાયબર તપાસ શરૂ
Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Exit mobile version