ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,
શનિવાર
મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ પ્રમુખ (ડીજીપી) તરીકે રજનીશ સેઠની નિયુક્તિ કરવામાં આવી છે.
રજનીશ સેઠ ફોર્સ વન મહારાષ્ટ્રના પ્રમુખ રહ્યા છે. ગૃહ વિભાગના પ્રધાન સચિવ તરીકે પણ જવાબદારી સંભાળી છે.
તેઓ 1988ની બેચના આઈપીએસ અધિકારી છે.
આ પૂર્વે સંજય પાંડેને પ્રભારી ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
કોર્ટે ફૂલ ટાઈમના ડીજીપી ન હોવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેથી, હવે સરકારે સંજય પાંડે પાસેથી ડીજીપીનો વધારાનો ચાર્જ લઈને રજનીશ શેઠને રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે.
અરેરે… ખાનગી હોસ્પિટલમાં વેક્સિનના આટલા ડોઝ વપરાયા વગરના, મહિનામાં આવી જશે એક્સપાયરી ડેટ; જાણો વિગત

