Site icon

કુતુબ મિનારમાં હવેથી આ ધર્મના લોકોને પૂજા માટે પ્રવેશ મળશે નહીઃ કોર્ટે આપ્યો ચુકાદો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર.

દિલ્હી જગપ્રસિદ્ધ કુતુબ મિનારમાં હિંદુ અને જૈન દેવતાઓની મૂર્તિના અભિષેક અને પૂજા કરવા માટે મંજૂરી માગતી એક અરજી  દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જોકે આ અરજીને ફગાવી દીધી છે. હિંદુ અને જૈન ધર્મના લોકોને કુતુબ મિનારમાં મૂર્તિની પૂજા કરવાનો અધિકાર આપો એવી અરજી એક એડવોકેટે દિલ્હીની કોર્ટમાં કરી હતી. કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટે અને કુતુબ પરિસરમાં રહેલા મંદિરને તેને સોંપવા માટે ટ્રસ્ટ કાયદા 1882 મુજબ યોગ્ય આદેશ આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

આ અરજી મુજબ મોહમ્મદ ધોરીના સૈન્યના સેનાપતિ કુતુબુદ્દીન એબકને 27 મંદિર અડધા તોડી પાડયા હતા અને તેમાની સામગ્રી ફરી વાપરીને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બાંધી હતી. 

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 27 મંદિરના મુખ્ય દેવતા, જ્યોત પ્રમુખ દેવતા તીર્થંકર ભગવાન ઋષભદેવ અને પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી ગૌરી, ભગવાન સૂર્ય, ભગવાન હનુમાનનો તેમા સમાવેશ થાય છે. તેથી તે પરિસરમાં પ્રતિષ્ઠાપના અને પૂજા કરવાનો અધિકાર છે.

ઓમીક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત, આ તારીખ સુધી અમલમાં રહેશે; જાણો વિગતે 

જોકે કોર્ટે ભૂતકાળની ભૂલનો આધાર માનીને વર્તમાન અને ભવિષ્યની શાંતતા બગાડો નહીં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી.  

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version