ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. છતાં મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં કોવિડ 19ના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસમાં વધારો થઈને 21માંથી 45 થઈ ગયા હોવાનું આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કબૂલાત કરી હતી.
લોકલ ટ્રેન બાદ હવે મંદિરો ખુલ્લાં મૂકવાની માગણી સાથે આ પક્ષનું આંદોલન
રાજેશ ટોપેએ કહ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં કોરોના કેસ પ્રતિદિન 6,000થી વધીને 7,000થી 8,000ની આસપાસ આવી ગયા છે. આ વધારો બહુ મોટો ના કહેવાય, છતાં રાજ્યમાં મોટા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે. તહેવારો પણ નજીક છે, એથી લોકોએ સાવધ રહેવાની જરૂર છે.