Site icon News Continuous Bureau | Mumbai

સુરતમાં ભાજપના કાર્યક્રમ હોવાથી સામાન્ય પ્રજા માટે રસ્તો બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

સુરત શહેરના રિંગ રોડ પર ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા લોકો કે જેઓ અડાજણ, રાંદેર, પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે તેઓને ઉધના દરવાજાથી ડાબી સાઇડે રોકડિયા હુનુમાન મંદિરથી કેનાલ રોડ થઈને અણુવ્રત દ્વાર થઈને સિટીલાઇટ એસવીએનઆઈટીથી પાલ ઉમરા બ્રિજ થઈને જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ, લોકોને ૩થી ૪ કિલોમીટરનો ચકરાવો થશે. રાંદેર અડાજણ તરફથી રિંગ રોડ કે રેલવે સ્ટેશન તરફ આવવા માંગતા લોકોને પણ ઉપરના રૂટથી જ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જવાની અપીલ કરાઈ છે, તેથી તેમને પણ ૩થી ચાર કિલોમીટરનો ફેરો વધી જશે. રેલવે સ્ટેશનેથી ગોતાલાવાડી ડાબી સાઇડે યુ-ટર્ન લઈને બ્રિજ ચઢીને ચંદ્રશેખર આઝાદ બ્રિજ થઈને તેમજ આંતરિક રસ્તાઓ થઈને આવવા-જવા અપીલ કરી છે, તેના કારણે પણ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે.૨૪મીને બુધવારે શહેરના વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ માટે પોલીસે ઉધના દરવાજાથી અઠવા ગેટ સુધીના માર્ગને વાહનચાલકો માટે બંધ રાખવા અપીલ કરી છે, જેને કારણે લોકોને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

 

શક્તિ મિલ ગેંગરેપ કેસ: દોષીઓને નહીં ચડાવાય ફાંસીના માંચડે, બોમ્બે હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version