News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની(Eknath Khadse) મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેસમાં(Land scam case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ખડસેની જમીન જપ્ત કરી લીધી હતી. હવે ED દ્વારા આ જગ્યા ખાલી કરવા માટે તેમને નોટિસ મોકલવામાં આવી છે.
ગયા વર્ષે EDએ એકનાથ ખડસેની 5 કરોડ 75 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. EDએ લોનાવલામાં એક બંગલો અને જળગાંવમાં(Jalgaon) 3 ફ્લેટ અને 3 ખાલી પ્લોટ જપ્ત કર્યા હતા. હવે EDએ 10 દિવસમાં આ મિલકત ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જો તેમાં નિષ્ફળતાના ગયા તો મિલકતને કાયદાકીય રીતે ખાલી કરવામાં આવશે એવું આ નોટિસમાં જણાવાયું છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન(Inspector General of Registration) અને સંબંધિત જિલ્લા કલેક્ટરને(District Collector) પણ તેની જાણ કરવામાં આવી છે કે કોઈને પણ સંબંધિત મિલકત વેચવા, લીઝ પર અથવા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
આ સમાચાર પણ વાંચો : યોગી સરકારનો મોટો નિર્ણય- અયોધ્યામાં રામ મંદિર સહિત આ મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર લગાવ્યો પ્રતિબંધ
જ્યારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) મુખ્યમંત્રી(CM) હતા ત્યારે એકનાથ ખડસે મહેસૂલ મંત્રી હતા. ત્યારબાદ તેમના પર તેમના પદનો દુરુપયોગ કરીને ભોસારીમાં 3.1 એકરનો MIDC ફ્લેટ ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફ્લેટની કિંમત રૂ. 31 કરોડ હતી અને તે રૂ. 3.75 કરોડમાં વેચાયો હતો. નીચા બજારભાવ બતાવીને આ સોદો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસને કારણે ખડસે અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે.