Site icon News Continuous Bureau | Mumbai

જપ્ત કરાયેલી મિલકતને લઈને EDએ આ રાષ્ટ્રવાદીના દિગ્ગજ નેતાને આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની(Eknath Khadse) મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેસમાં(Land scam case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ખડસેની જમીન જપ્ત કરી લીધી હતી. હવે ED દ્વારા આ જગ્યા ખાલી કરવા માટે તેમને નોટિસ મોકલવામાં આવી છે.

Join Our WhatsApp Channel

ગયા વર્ષે EDએ એકનાથ ખડસેની 5 કરોડ 75 લાખ  રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. EDએ લોનાવલામાં એક બંગલો અને જળગાંવમાં(Jalgaon) 3 ફ્લેટ અને 3 ખાલી પ્લોટ જપ્ત કર્યા હતા. હવે EDએ 10 દિવસમાં આ મિલકત ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જો તેમાં નિષ્ફળતાના ગયા તો મિલકતને કાયદાકીય રીતે ખાલી કરવામાં આવશે એવું આ નોટિસમાં જણાવાયું છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન(Inspector General of Registration) અને સંબંધિત જિલ્લા કલેક્ટરને(District Collector) પણ તેની જાણ કરવામાં આવી છે કે કોઈને પણ સંબંધિત મિલકત વેચવા, લીઝ પર અથવા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

આ સમાચાર પણ વાંચો : યોગી સરકારનો મોટો નિર્ણય- અયોધ્યામાં રામ મંદિર સહિત આ મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર લગાવ્યો પ્રતિબંધ

જ્યારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) મુખ્યમંત્રી(CM) હતા ત્યારે એકનાથ ખડસે મહેસૂલ મંત્રી હતા. ત્યારબાદ તેમના પર તેમના પદનો દુરુપયોગ કરીને ભોસારીમાં 3.1 એકરનો MIDC ફ્લેટ ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફ્લેટની કિંમત રૂ. 31 કરોડ હતી અને તે રૂ. 3.75 કરોડમાં વેચાયો હતો. નીચા બજારભાવ બતાવીને આ સોદો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસને કારણે ખડસે અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે.
 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version