Site icon

પંજાબ ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી, CM ચન્નીના ભત્રીજાના ઠેકાણાઓ પર ED ના દરોડા; આ મોટા આક્ષેપો હેઠળ કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ મોટી કાર્યવાહી કરી છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હની અને અન્યના ઘર પર દરોડા પાડ્યા છે.

ગેરકાયદેસર રેતી ખનનના મામલામાં સીએમ ચન્નીના ભત્રીજા સામે ED ની કાર્યવાહી ચાલી રહી છે.

મોહાલીમાં હોમલેન્ડ સોસાઇટીના જે ઘરમાં રેડ પાડવામાં આવી છે તે CM ચન્નીના એક નજીકના સંબંધી કહેવામાં આવી રહ્યા છે.

જો કે, ઇડીએ ઑફિશિયલી આની પુષ્ઠિ કરી નથી.

ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગેરકાયદેસર રેતી ખનનો મુદ્દો મહત્વનો છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ મુદ્દાને અનેકવાર ઉઠાવી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે બુસ્ટર ડોઝને પણ મંદ પ્રતિસાદ, અત્યાર સુધીમાં માત્ર આટલા ટકા લાભાર્થીઓએ લીધો પ્રિકોશનરી ડોઝ

Exit mobile version