Site icon News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જીના વધુ એક મંત્રીને ઇડીનું તેડુ, આ મામલે 14 સપ્ટેમ્બરે દિલ્હી હાજર રહેવા પાઠવ્યું સમન્સ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોલસા કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના મંત્રી મલય ઘટકને સમન્સ પાઠવ્યું છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 14 સપ્ટેમ્બરે દિલ્હી સ્થિત કાર્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

આ કેસમાં ED એ TMC સાંસદ અભિષેક બેનર્જી અને તેમની પત્ની અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીની પુત્રવધૂ રૂજીરા બેનર્જીને કથિત કોલસા કૌભાંડમાં ધરપકડ કરી હતી.

કથિત કોલસા કૌભાંડનો કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈની નવેમ્બર 2020 ની એફઆઈઆર બાદ ઈડીએ આ કેસ દાખલ કર્યો હતો. 

સીબીઆઈનો આરોપ છે કે આસનસોલની આજુબાજુ ઈસ્ટર્ન કોલફિલ્ડની કેટલીક ખાણોમાંથી કરોડો રૂપિયાનો કોલસો ચોરાઈ ગયો છે. આ કેસમાં અનૂપ માંઝી ઉર્ફે લાલાને મુખ્ય શંકાસ્પદ કહેવામાં આવી રહ્યો છે.

કોલસાની દાણચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિષેક બેનર્જીને 6 સપ્ટેમ્બરે દિલ્હીમાં ED ની ઓફિસમાં સમન્સ પાઠવ્યું છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે હાઈ જમ્પમાં આ મેડલ જીત્યો, જાણો વિગતે

Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Jewar Airport Renamed Narendra Modi International Airport મોદી સ્ટેડિયમ બાદ હવે ‘મોદી એરપોર્ટ’! યોગી આદિત્યનાથે કેબિનેટમાં પસાર કર્યો પ્રસ્તાવ…
Ambaji Mandir Mohanthal Prasad GI Tag અંબાજી મંદિરના સુપ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો GI ટેગનો દરજ્જો નવરાત્રિના પ્રથમ દિવસે અપાશે સત્તાવાર સર્ટિફિકેટ
Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Exit mobile version