ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા છે.
સવારે 8 વાગે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે.
લોકોએ આશરે 3 સેકન્ડ સુધી આંચકોનો અહેસાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જો કે હજુ આ ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.
રિપોર્ટ મુજબ આ ભૂકંપના આંચકા સીકર અને ફતેહપુર સુધી અનુભવાયા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં હતું.