Site icon

મહા વિકાસ આઘાડીને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટ દરમિયાન એક બે નહીં પણ આટલા ધારાસભ્ય રહ્યા ગેરહાજર- જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં એકનાથ શિંદે(Eknath Shinde)ની સરકારે આજે વિધાનસભા(Assembly)માં ફ્લોર ટેસ્ટ(floor test) પાસ કરી લીધો છે. એટલે કે સરકાર બહુમત સાબિત કરવામાં સફળ રહી છે. વિધાનસભામાં 164 ધારાસભ્યોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. જોકે સ્પીકરના મતની ગણતરી કરવામાં આવી ન હતી, નહીં તો આ મતોની સંખ્યા 165 થઈ ગઈ હોત.

Join Our WhatsApp Community

તે જ સમયે, વિરોધમાં મતદાનમાં 99 મત પડ્યા હતા, એટલે કે, તેઓ MVA ના સમર્થનમાં ગયા છે. જોકે વિધાનસભાના મતદાન દરમિયાન 8 ધારાસભ્યો(MLA) ગેરહાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસ(Congress)ના પાંચ ધારાસભ્યો, બે સપાના અને એક AIMIMનો સમાવેશ થાય છે. કોંગ્રેસના 5 ગેરહાજરોમાં અશોક ચવ્હાણ, વિજય વડેટ્ટીવાર, પ્રણિતી શિંદે, ઝીશાન સિદ્દીકી, ધીરજ વિલાસરાવ દેશમુખનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈથી ડોંબીવલી  ટેક્સીના ભાડા કરતા ગોવાથી મુંબઈની ફ્લાઈટ સસ્તી- જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ વિશે

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેની જીત બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Deputy CM Devendra Fadnavis) કહ્યું, 'હું આ ઠરાવના સમર્થનમાં મતદાન કરનારા સભ્યોનો આભારી છું. 1980માં શિંદે સાહેબે શિવસેના(Shivsena)માં સક્રિય રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે એક સામાન્ય કાર્યકર તરીકે ઘણી જવાબદારીઓ નિભાવી અને આજે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version