ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને તમિલનાડૂ સહિત પાંચ રાજ્યોમાં રાજ્યસભાની છ સીટો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે.
આ પાંચ રાજ્યોમાં તમિલનાડૂની બે સીટો અને પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની એક એક સીટ શામેલ છે.
આ સીટો પર ચાર ઓક્ટોબરના રોજ મતદાન થશે, આ જ દિવસે સાંજે આ સીટો પર પરિણામ પણ આવી જશે.
ચૂંટણી પંચે કહ્યું છે કે આ માટે 15 મી સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 22મી સપ્ટેમ્બર ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે આવશે અને 27મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે.
