Site icon

લો બોલો- યુવા સેના નેતાના કાર્યક્રમ માટે નાગપૂરમાં વીજળીની ચોરી- વિડિયો બહાર આવ્યા બાદ મહાવિતરણ જાગી- કરી આ કાર્યવાહી

 News Continuous Bureau | Mumbai

શિવસેના(Shivsena) ના યુવા નેતા અને ભૂતપૂર્વ પર્યટન અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના નાગપૂર(Nagpur)ની મુલાકાત દરમિયાન કાર્યક્રમ માટે વીજળીની ચોરી(theft of electricity) કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. વીજ ચોરીનો વિડિયો બહાર આવ્યા બાદ મહાવિતરણે(Mahavitran) તાત્કાલિક પગલા લીધા હતા.

Join Our WhatsApp Community

 

નાગપૂરના સ્થાનિક નેતાએ આદિત્ય ઠાકરેને એક કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું. કાર્યક્રમ માટે સ્ટેજ પર લાગનારી વીજળી એ ચોરી કરીને લીધી હોવાનું જણાયું હતું. વીજળીના બે થાંભલા દરમિયાન તારને નાખીને વીજળી લેવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેનો વિડિયો ક્લિપ ફરી વળતા મહાવિતરણ જાગી હતી.

આ સમાચાર પણ વાંચો : શું તમે કદી શરદ પવારને ખુશીથી ઝૂમી ઉઠતાં જોયા છે- કાલની ભારત – પાક મેચ વખતે તેઓનો એક યુવાન ક્રિકેટ ફેન જેવો અવતાર જોવા મળ્યો- જુઓ વિડીયો

મહાવિતરણને તેની જાણ થતા મંડપના ડેકોરેટર સામે કાર્યવાહી કરીને તેને આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અગાઉ પણ શિવસેનાના નેતા સંજય રાઉતનો નાગપૂરમાં કાર્યક્રમ હતો ત્યારે પણ વીજળી ચોરી કરીને લેવામાં આવી હોવાનું કહેવાય છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version