Site icon

કોણ છે ભૂપેન્દ્ર પટેલ? શું છે શૈક્ષણિક લાયકાત અને કેવી રહી છે અત્યાર સુધીની કારકિર્દી; જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર

ગુજરાત રાજ્યમાં મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે, તો ચાલો જાણીએ તેમના વિશે.

Join Our WhatsApp Community

અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તેઓ ભાજપના એક જમીની સ્તરના કાર્યકર છે. તેમને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના નજીકના ગણવામાં આવે છે.

કારકિર્દી : તેમનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને  કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે  સંકળાયેલા છે.

રેકૉર્ડ માર્જિનથી  જીત :
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના શશિકાંત પટેલ સામે લડીને ચૂંટણી જીત્યા અને ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા અને હાલ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી બની રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી પછી કેન્દ્ર સરકારે આખરે કોરોનાના દર્દીઓનાં મૃત્યુપત્રક અને ભરપાઈ સંદર્ભે આ નવો નિયમ બનાવ્યો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તેમણે 1,17,000 મતોના રેકૉર્ડ માર્જિનથી જીત મેળવી હતી.

ઘણાં પદો પર નિભાવી ચૂક્યા છે ફરજો :
ભૂપેન્દ્ર પટેલ ઔડા (AUDA)માં ચૅરમૅન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક પદો પર કામ કરેલ છે. સાથે તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદારધામમાં પણ સામાજિક કાર્યો કરી રહ્યા છે.

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version