News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના(shivsena)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલે(Anandrao Adsule) શિવસેનાના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે.
આનંદરાવ અડસુલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા(resignation)નો પત્ર મોકલ્યો છે.
પત્રમાં આનંદરાવ અડસુલે આક્ષેપ કર્યો છે કે પાર્ટીએ તેમની માંદગી દરમિયાન ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં પણ લીધી ન હતી.
ઉલ્લેખનીય છે કે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની સિટી બેંક કૌભાંડમાં ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક અંસતોષ-નાગપુરમાં પોસ્ટરોમાં ભાજપના આ દિગ્ગજ નેતાનો ફોટો ગાયબ-જાણો વિગત