ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે.
નડ્ડાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો ત્યારે મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાની અને આ મુદ્દાનો ઉકેલ લાવવાની મનાઈ કરી દીધી હતી.
સાથે તેમણે એમ પણ કહ્યું કે, પોતાની નિમ્ન કક્ષાની હરકતોના કારણે પંજાબની કોંગ્રેસ સરકારે દેખાડી દીધું છે કે, તેઓ વિકાસના વિરોધી છે અને તેમના મનમાં સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ કોઈ સન્માન નથી.
ઉલેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, ત્યારબાદ રેલી રદ્દ કરવામાં આવી હતી.