પાટનગર દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની ઓફિસમાં આજે આગ ફાટી નીકળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ પાર્કિંગની જગ્યાના ઇલેક્ટ્રોનિક રૂમમાં લાગી હતી. પાર્કિંગની જગ્યામાંથી ધુમાડો નીકળતો જોઇને અધિકારીઓ ઓફિસની બહાર દોડી ગયા હતા.
જો કે, કચેરીમાં કેટલાક મહત્વના કેસના દસ્તાવેજો હોવાથી તેને નુકસાન થવાની ચિંતામાં અધિકારીઓ મુકાયાં હતા.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઈલેક્ટ્રીક રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.
જુલાઈમાં 12 દિવસ બર્થ અને ડેડ સર્ટિફિકેટ, લાઇસન્સ તેમ જ મૅરેજ સર્ટિફિકેટ મળશે નહીં; જાણો કેમ
