ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
નાશિકના સાતપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક કંપનીમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બિગ્રેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે આ દુઘર્ટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.
સાતપુર MIDCમાં પ્લોટ નંબર 34A નીલરાજ એન્જિનિયરિંગ કંપનીમાં સવારે 5.30 કલાકે આગ લાગી હતી. કંપનીના પહેલા માળે કેપેસીટર માટે જરૂરી એલ્યુમિનિયમ કેપના વેરહાઉસમાં આગ લાગી હતી. આગમાં એલ્યુમિનિયમ કેપ્સ અને બોક્સ બળી ગયા હતા.
શોકિંગ! મહારાષ્ટ્રના આ શહેરમાંથી મળ્યો મોટો વિસ્ફોટક જથ્થો, પોલીસ એલર્ટ; જાણો વિગત
નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન, MIDC અને ખાનગી કંપનીના ફાયર બોમ્બરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ હતા. ફાયર બ્રિગેડના કહેવા મુજબ 12 ફાયર બોમ્બની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
