News Continuous Bureau | Mumbai
દિલ્હીની રોહિણી કોર્ટ(Delhi Rohini Court Firing)માં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. રોહિણી કોર્ટ (Delhi Rohini Court) સંકુલની બહાર એક વકીલ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ પરિસરની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડે જ આ ફાયરિંગ કર્યું હતું. કોર્ટ પરિસર નજીક ફાયરિંગના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, કોર્ટ(Rohini District court)ની સુરક્ષામાં તૈનાત વકીલ અને પોલીસકર્મી(Police) વચ્ચે સુરક્ષા તપાસ (security checking)દરમિયાન બોલાચાલીમાં ગોળીબાર(Firing) થયો હતો. આ ફાયરિંગ(Firing)માં બે વકીલો(Lawyer)ને ગોળી વાગી હતી, જે બાદ તેમને હોસ્પિટલ(Hospitalised)માં લઈ જવામાં આવ્યા છે. હાલ આ વિષયમાં અન્ય કોઈ એંગલ છે કે કેમ તે માટે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! શ્રીલંકાની કટોકટીમાં તમને ગ્રહો ફરી નડવાનું ચાલુ ના કરે તે જોજો! જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે દિલ્હીની રોહિણી કોર્ટમાં ગોળીબાર થયો હતો અને ગેંગવોરની ઘટના બની હતી. તેમાં ટિલ્લુ તાજપુરિયા ગેંગના 2 લોકોએ જિતેન્દ્ર માન ઉર્ફે ગોગી (ગોગી ગેંગના લીડર)નો જીવ લીધો હતો. જોકે પોલીસે તે બંને બદમાશોને પણ ઢેર કરી દીધા હતા. દિલ્હી હાઈકોર્ટે રોહિણી કોર્ટમાં થયેલા ગોળીબાર મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું.