મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે નદીઓ ગાડી તુર બની છે. પરિણામ સ્વરૂપે અહીં નદીઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ છે અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.
રત્નાગીરી : રત્નાગીરી માં બુધવારે આખી રાત મુશળધાર વરસાદ ચાલુ રહેવાના કારણે કાજળી નદીમાં પુર આવ્યા છે. અહીંના ફેમસ ચંદેરાઇ બજાર માં પાણી ફરી વળ્યા છે.
રાયગઢ : રાયગઢ જિલ્લામાં વરસાદનું જોર ચાલુ છે. પરિણામ સ્વરૂપ બહાર વિસ્તારમાં આવેલા એમઆઈડીસી પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. કરજણના અનેક રસ્તાઓ પાણી નીચે ગયા છે. 1989 પછી પહેલી વખત આ વિસ્તારમાં પાણી ભરાયા છે. અમુક વિસ્તારમાં આશરે ચાર ફુટ પાણી છે.
કોલ્હાપુર : કોલ્હાપુરમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે જેને કારણે પંચગંગા ડેમમાં ત્રણ ફૂટ પાણી વધી ગયા છે. 39 નાના ડેમ છલકાઈ ગયા છે. આ ઉપરાંત કોલાપુર થી ગગન બાવડા તરફ જનાર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહી એનડીઆરએફની બે ટીમને તત્કાળ બોલાવવામાં આવી છે.
ભિવંડી શહેર : ભીવંડી શહેરમાં બે દિવસથી મોટા પ્રમાણમાં વરસાદ આવવાને કારણે ગ્રામીણ ભાગમાં હજારો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરી વિસ્તારમાં પણ અનેક દુકાનો ને નુકસાન પહોંચ્યું છે.