Site icon

પંજાબના પૂર્વ સીએમ અમરિંદરસિંહ કોરોના પોઝીટીવ, ભાજપ ટેન્શનમાં…..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

પંજાબમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે વધુને વધુ તેજ થઇ રહી છે. સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. આ કડીમાં હવે પંજાબના પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ જાેડાઈ ગયું છે. આજે બુધવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક અઠવાડિયા પહેલા તેમના પત્ની અને સાંસદ પરનીત કૌર પણ પોઝિટિવ આવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે ટ્‌વીટ કરીને માહિતી આપી હતી. તેમણે  પોતાના ટ્‌વીટમાં લખ્યું છે, ‘હું કોરોના પોઝીટીવ આવ્યો છું, મને સામાન્ય લક્ષણો છે. હું સ્વયં આઇસોલેટ થયો છું. મારી તમામને વિનંતી છે કે મારી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રેલીઓમાં ભીડ ને રોકવી ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર માટે સરળ નહીં હોય. પંજાબમાં આ વખતે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રેલીઓ અને સભાઓમાં ભાગ લઇ રહ્યા હતા. તેને લીધે હવે તેમની સાથે સંપર્કમાં આવેલા નેતાઓનું પણ કોન્ટેક્ટ ટ્રેસીંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ વરિષ્ઠ રોકેટ વૈજ્ઞાનિક બન્યા ISROના નવા ચીફ, કે. સિવાનની લેશે જગ્યા; આટલા વર્ષ સુધીનો રહેશે તેમનો કાર્યકાળ..
 

પંજાબમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૫૯૩ નવા કેસ સામે આવ્યા છે તો સાથે સાથે ૯ લોકોના મોત થયા છે. પંજાબમાં સંક્રમણ દર ૧૮.૬ થઇ ગયો છે અને દર પાંચમો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવી રહ્યો છે. કોરોના સતત વધી રહેલા કેસને લીધે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. 

AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Exit mobile version