Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યના ૪૦ ટકા વિદ્યાર્થીઓનો CETની પરીક્ષાઆપવાનો ઇનકાર; ૨૬ ટકા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં, સર્વેમાં સામે આવ્યો વિદ્યાર્થીઓનો મત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

રાજ્યમાં હાલ CET મુદ્દે ઊહાપોહ છે. હવે આ ચર્ચા માત્ર પરીક્ષા સુધી સીમિત ન રહેતાં શૈક્ષણિક ડિબેટનો વિષય બની ગઈ છે. તાજેતરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે રાજ્યના ૪૦% વિદ્યાર્થીઓ CETની પરીક્ષા આપવા ઇચ્છતા નથી. બીજી બાજુ, ૨૬% વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા, ન આપવાની અસમંજસમાં છે. સર્વેના આંકડા મુજબ ૧,૮૦૦માંથી માત્ર ૫૮૮ વિદ્યાર્થીઓ જ CETની પરીક્ષાઆપવા માગે છે.

સર્વેમાં ૧૧% વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ CETની પરીક્ષાઆપવા માટે વિશેષ ક્લાસમાં પણ જોડાયા છે, તો ૩૦% વિદ્યાર્થીઓ પોતાના વતનમાં છે, જેમણે CETની પરીક્ષાઆપવા માટે ફરી આવવું પડશે. હાલ CETના પૉર્શનનો મુદ્દો હાઈકોર્ટમાં છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે આ પરીક્ષા SSCના અભ્યાસક્રમ પ્રમાણે લેવાશે, પરંતુ બીજા બોર્ડના વિદ્યાર્થીઓનું શું થશે, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે.

એક વાલીએ આ સર્વેમાં જણાવ્યું હતું કે “બીજા બોર્ડના વિદ્યાર્થીઓ SSCનો અભ્યાસક્રમ એક મહિનામાં ભણે એવી બોર્ડની અપેક્ષા સદંતર ખોટી છે.” ઉપરાંત ઑફલાઇન પરીક્ષા લેવી કેટલી સુરક્ષિત છે એ પ્રશ્ન પણ વાલીઓને ખૂબ જ સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અન્ય બોર્ડના કોઈ વિદ્યાર્થીએ અમુક વિષય વિકલ્પમાં છોડી દીધા હોય તેવા વિદ્યાર્થીઓનું શું? એવો પ્રશ્ન પણ એક વિદ્યાર્થીએ કર્યો હતો. એક ખૂબ જ મોટો પ્રશ્ન હજી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે કે જો CETમાં બોર્ડ કરતાંઓછા ગુણ આવે તો કયા ગુણને આધારે ઍડ્મિશન આપવામાં આવશે? આ સંદર્ભે હજી બોર્ડે સ્પષ્ટતા કરી નથી.

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version