દેશમાં કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે એક વખત તમામ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ જાય તે બાદ ફરી ટુરિઝમ શરૂ કરવા માટે વિચારવામાં આવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8,66,730 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
ગોવા સરકારે 30 મી જુલાઈ સુધીમાં રાજ્યના તમામ નાગરિકોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવાનો લક્ષ્યાંક રાખ્યો છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ કેસોમાં ઘટાડો થવાને કારણે રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યા છે.
