Site icon

મુંબઈના લાલચુ શાળા મંડળો શીખો આ નાસિકની શાળા પાસેથી, બાળકોને ઘરે ઘરે ભણવવા જાય છે શિક્ષકો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

એક તરફ જ્યાં મુંબઈના શાળા મંડળો શાળા બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી લેવા માટે કોર્ટના બારણાં ખખડાવે છે. ત્યારે બીજી તરફ નાસિકમાં શિક્ષણનો મહાયજ્ઞ ચાલુ છે.

"શિક્ષણ આપના આંગણે" આ ઉક્તિને સાર્થક કરી છે નાસિક સ્થિત શ્રી પંચવટી એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને શેઠ શ્રી આર.પી માધ્યમિક વિદ્યાલય શાળાના શિક્ષકોએ. કોરોનાના આ કપરા કાળમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ શાળામાં આવી શકતા નથી , વળી ઓનલાઇન શિક્ષણમાં પણ બાળકોનો જોઈએ એવો પ્રતિસાદ મળતો ન હોવાથી આ શિક્ષકોએ શિક્ષણના કાર્યને વ્રત તરીકે સ્વિકારી સ્વેચ્છાએ બાળકોને ઘરે જઈને ભણાવવાનું સત્કાર્ય હાથ ધર્યું. પ્રાથમિક અને માધ્યમિકએમ બન્ને શાળાના બધાજ શિક્ષકો એરીયા પ્રમાણે બાળકોને રોજ બે કલાક ભણાવવા જાય છે. સવારે ૧૦ થી ૧ શાળામાં ઓનલાઇન ભણાવે અને ત્યાર બાદ બપોરે ૨ થી ૪ બાળકોને ઘરે ભણાવવા જાય છે.  ઘણા એરીયા એવા પણ છે જ્યાં ચોમાસામાં પાણી ભરાય છે અને ગાડી પણ જઈ શકતી નથી  એવા એરિયામાં શિક્ષકો કીચડમાં ચાલીને પણ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે… ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. શિક્ષકોના આ વ્રતને સંસ્થાના સંચાલકોએ બિરદાવ્યું અને સંચાલકો પણ શિક્ષકો સાથે બાળકોના ઘરે જઈને શિક્ષણ વિશે પાલકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય હાથ ધર્યું .

નાસિક ની વિગત પરથી મુંબઈના કરોડો રૂપિયામાં આળોટતા શિક્ષણ ટ્રસ્ટીઓને શરમ આવવી જોઇએ અને શિક્ષણનો વેપાર કરવાનું તત્કાળ બંધ કરવું જોઈએ.

મહારાષ્ટ્રના જાણીતા આયુર્વેદાચાર્ય નું થયું નિધન. અનેક માનવંત લોકોએ શ્રદ્ધાંજલિ આપી.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version