News Continuous Bureau | Mumbai
ઉદયપુરમાં કોંગ્રેસ(congress)ની ચિંતન શિબિર(Chintan Shivir) વચ્ચે પંજાબ(Punjab)થી અસંતુષ્ટ કોંગ્રેસ નેતા સુનીલ ઝાખડે(Sunil Jakhar) પાર્ટીને અલવિદા કહી દીધી છે.
તેમણે ફેસબુક લાઈવ(facebook live) દ્વારા આ જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું છે કે આજે કોંગ્રેસ પાર્ટી ખાટલા પર નજરે પડી રહી છે. ગુડ લક એન્ડ ગુડ બાય ટૂ કોંગ્રેસ પાર્ટી.
ઝાખડે કોંગ્રેસ હાઈ કમાન્ડ(congress high command) પર આરોપ લગાવ્યો કે, અમરિન્દર સિંહ(Amrinder singh)ને હટાવ્યા બાદ સીએમ(CM post)ની નિયુક્તિના મુદ્દા પર પંજાબના એક ખાસ નેતાની વાત સાંભળવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસે સુનીલ જાખડ પર અનુશાસનિક કાર્યવાહી કરતા તેમને પદ પરથી હટાવી દીધા હતા.