ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી.
પ્રાપ્ત જાણકારી મુજબ હાર્દિક પટેલને ગુજરાતની કોર્ટે જામીન આપતી વખતે શરત મુકી હતી કે, કોર્ટની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે.
આ શરતને હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ શરત હટાવવા માટે ના પાડી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજુરી લેવાની શરત 2020માં લાગુ કરવામાં આવી હતી.
