Site icon News Continuous Bureau | Mumbai

રાજકોટવાસીઓને આ વર્ષમાં મળશે હીરાસર એરપોર્ટની ભેટ, અત્યાર સુધીમાં આટલા ટકા કામ થયું પૂર્ણ 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ૧૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં આકાર લઈ રહેલા આ એરપોર્ટના રન-વેનું કામ હજુ ૬૫ ટકા જેટલું પાર પડયું છે, બોક્સ કલવર્ટ મુજબનું કામ પૂર્ણ થવું બાકી છે અને ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનું તો એક- દોઢ મહિના પહેલાં જ શરૂ થયું હોવાથી માત્ર બે- ત્રણ ટકા કામ જ થયું છે. એવામાં ડેડલાઈન વહેલી કરી દેવામાં આવ્યું હોવાનું વિશ્વસ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્યારસુધીની ધારણા એવી હતી કે રન-વેનું કામ પૂર્ણ થયે ઓગસ્ટ- ૨૦૨૨માં ટ્રાયલ લેન્ડિંગ અને ટેક-ઓફ કરાવવું, ડિસેમ્બર ૨૦૨૨માં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરી દેવો અને માર્ચ ૨૦૨૩માં એરપોર્ટ કાર્યરત કરી દેવું, પરંતુ હવે કેન્દ્ર સરકારે આઝાદીના ૭૫મા વર્ષે જ આ એરપોર્ટનું લોકાર્પણ કરી દેવાનું નક્કી કરીને ડિસેમ્બર ૨૦૨૨ને બદલે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં કામ નીપટાવી લેવા જણાવ્યું છે. સંબંધિત તંત્ર હવે આઠ-નવ મહિના જ હાથ પર હોવાનું માનીને આગળ વધી રહ્યું હોવાના નિર્દેશ મળી રહ્યા છે. હીરાસર ખાતે સાવ વેરાન જમીન પર પાયેથી જ સંપૂર્ણ નવું (ગ્રીનફિલ્ડ) એરપોર્ટ બનાવવાનું હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે શરૂઆતથી જ નાના- મોટા અનેક પડકારો આવતા રહ્યા છે. હજુ હીરાસર ગામનું પુનઃ સ્થાપન પૂરેપૂરું પાર પડયું નથી, ડોસલીઘૂના આસપાસ કેટલીક જમીનની લેવડ-દેવડ અટવાયેલી છે, જે પછી એરપોર્ટને હાઈવે સાથે જાેડતો ફ્લાય-ઓવર સહિતનો એપ્રોચ રોડ પણ બનાવાનો છે. આ તમામ કામમાં હવે ઝડપ લાવવી પડશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ટર્મિનલ બિલ્ડિંગ બનવાને વાર લાગે એમ છે, એટલે હાલ જર્મન ડોમ જેવું કામચલાઉ ટર્મિનલ બનાવી નખાશે. હાઈવે ઓથોરિટી ટૂંક સમયમાં જ સર્વિસ રોડ બનાવવાનું શરૂ કરી દેશે, જ્યારે એપ્રોચ રોડ બનાવી નાખવા એરપોર્ટ ઓથોરિટીને સૂચના અપાઈ છે. અગાઉ ઓગસ્ટ ૨૦૨૨માં રન- વેની ટ્રાયલ લેવાવાની હતી, પરંતુ હવે નક્કી થયા મુજબ એ પહેલાં જ પ્લેન લોન્ચ કરાવડાવી દેવાશે, કેમ કે હવે બોક્સ કલવર્ટને લગતું ૪૦૦ મીટર સહિત રન-વેનું કુલ ૫૦૦ મીટર જેટલું જ કામ બાકી છેરાજકોટના બે મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકી ગુજરાતની પહેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ) કાર્યરત થતાં હજુ એક-દોઢ વર્ષની વાર લાગે એમ છે, ત્યારે બીજા પ્રોજેક્ટ એવા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ રાષ્ટ્રની આઝાદીના ૭૫મા વર્ષે જ કરી શકાય એ માટે એરપોર્ટનું કામ નિર્ધારિત સમય કરતાં ચાર મહિના વહેલું આટોપી લેવાના આદેશ છૂટયા છે. ૨૦૨૨ ના ઓગસ્ટ માસમાં મોટે ભાગે વડાપ્રધાનના હસ્તે જ ઉદઘાટન કરાવવા તજવીજ શરૂ થઈ ગઈ છે.

લોકોને રસીનો બીજો ડોઝ લેવાનું સમજાવવા માટે આ રાજ્ય સરકારે અજમાવ્યો કીમિયો, તમામ જિલ્લામાં શરૂ કરાશે કોલ સેન્ટર; જાણો વિગતે 

Maharashtra Farmers Drought Aid દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત દિવાળી પહેલાં દરેક ખેડૂતના ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા…
Old Monk Ban Controversy ગરીબી મેં આટા ગીલા.. ઓલ્ડ મંકના વેચાણ પર પ્રતિબંધથી શોખીનો નિરાશ, મહારાષ્ટ્ર સરકારને અધધ આટલા કરોડની એક્સાઇઝ આવકનું નુકસાન
Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Exit mobile version