Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેના ચહિતા એવા ભૂતપૂર્વ BMC કમિશનર આવ્યા સપાટામાં ફ્લેટ બેનામી હોવાની શંકા; તપાસ શરૂ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીપદેથી રિટાયર્ડ થયેલા અને મહારેરાના અધ્યક્ષ અજોય મહેતાએ ખરીદેલા ઘરને કારણે તેઓ ફરી એક વખત વિવાદમાં આવી ગયા છે. મંત્રાલય પાસે સાડાપાંચ કરોડ રૂપિયામાં ખરીદી કરેલા આ ઘરના આર્થિક વ્યવહાર પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સવાલ ઉપસ્થિત કર્યા છે. ઘર ખરીદીમાં બેનામી વ્યવહાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અજોય મહેતાએ મંત્રાલય પાસે 1076 ચોરસ ફૂટનું ઘર 5 કરોડ 33 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. અનામિત્રા પ્રૉપર્ટી નામની કંપનીના માધ્યમથી ઘર ખરીદ્યું છે. આ કંપનીના બે પાર્ટનર છે, જેમાં તેમના ઘરનું ઍડ્રેસ મુંબઈની એક ચાલીનું બતાવવામાં આવ્યું છે.  આ કંપનીએ ચાર કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું  હોવાનું બતાવ્યું છે.

મહારાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં હજી પણ કોરોનાનું ગંભીર સંકટ યથાવત્; કેન્દ્રીય ટીમે આપ્યું સંપૂર્ણ લૉકડાઉનનું સૂચન

કંપનીના બે પાર્ટનર અલ્પ આવક ધરાવતા લોકોમાં આવે છે. તેઓ આટલું મોંઘું ઘર ખરીદી કરી શકે એમ ન હોવાનું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. એટલે જ તેમને આ ઘરના વ્યવહારમાં બેનામી વ્યવહાર થયો હોવાની શંકા થઈ છે. 7 જુલાઈના ઇન્કમ ટૅક્સે અનામિત્રા પ્રૉપર્ટીને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.  જોકે અજોય મહેતાએ આ તમામ આરોપ ફગાવી દીધા હતા.

Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Maharashtra Drought Relief દુષ્કાળ નિવારણ માટે સરકારનો મોટો આદેશ! ખેડૂતોના હિત માટે બાવનકુળેને સોંપાઈ મહત્વની જવાબદારી
BJP Cross Voting Controversy મોટો ખેલ! તમામ કાઉન્સિલરોએ કર્યું ક્રોસ વોટિંગ, પક્ષને મળ્યા ‘૦’ વોટ અને ભારે ક્ષોભજનક સ્થિતિ
Jalgaon Ganpati Visarjan Clash ગણેશ વિસર્જન દરમિયાન હોબાળો; જળગાંવમાં રસ્તો રોકવા મુદ્દે પથ્થરમારો, ૮ ઈજાગ્રસ્ત
Exit mobile version