News Continuous Bureau | Mumbai
પહેલી મેના રોજ પોતાની સાર્વજનિક રેલી(Public rally) દરમિયાન રાજ ઠાકરેએ(raj thackeray) રાજ્ય સરકારને(State govt) ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોતાની રેલી દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે આગામી દિવસો દરમિયાન તેઓ મસ્જિદ પર ના લાઉડ સ્પીકર નહીં સાંખી લે. પોતાની જૂની વાતને દોહરાવતા તેમણે કહ્યું હતું કે 3જી મે પછી જો મસ્જિદ પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર વાગશે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) ડબલ મોટા અવાજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડશે.
આ સમાચાર પણ વાંચો : બાળા સાહેબ ભોળા હતા પણ હું નથી. ઉદ્ધવ ઠાકરેનો ભાજપને પ્રત્યુતર….
રાજ ઠાકરેના આ ખુલ્લા પડકાર પછી પોલીસ વિભાગે તેમને નોટિસ ફટકારી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની રેલી પહેલાં જ પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારની ધાર્મિક બાબતો(Religious matters) વિશે આક્રમક નિવેદન આપવામાં આવશે તો કાયદો પોતાનું કામ કરશે. આમ 3 તારીખ પછી એટલે કે ચાર તારીખ થી મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) રસ્તા પર ઘમાસાણ જોવા મળશે.