Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! આ રાજયમાં મીઠાઈ સાથે બોક્સ નું વજન કરનારા દુકાનદારને ભરવો પડશે આટલા હજાર રૂપિયાનો દંડ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર.

દિવાળીની તહેવારમાં મીઠાઈની ખરીદી પર લોકો તૂટી પડતા હોય છે. ત્યારે હરિયાણા સરકારે બહુ મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ દુકાનદાર મીઠાઈના બોક્સ સાથે વજન કરશે તો તેને 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કોઈ દુકાનદાર બોક્સ સાથે મીઠાઈનું વજન કરીને ગ્રાહકને આપે છે તો એવા દુકાનદાર સામે તુરંત ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર સુદ્ધા બહાર પાડવામાં આવ્યો છે.

માથેરાનના અર્થતંત્રનો આધાર 'મિનીટ્રેન' માટે આ બે દિવસ ઉત્સવ ઉજવાશે; તેની પાછળ આ છે વિશેષ કારણ.. જાણો વિગતે

હરિયાણા આ નિયમોનું પાલન થાય તે માટે સરકારી અધિકારીઓ નકલી ગ્રાહક બનીને દુકાનોનું ચેકિંગ પણ કરશે. તેમાં જો કોઈ દુકાનદાર પકડાયો તો તેને તુરંત 5,000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ દંડ ભરવો પડશે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના કહેવા મુજબ જેટલી મોટી દુકાન અને મોંધી મીઠાઈ હોય એટલા મિઠાઈના બોક્સ પણ વજનદાર હોય છે. અમુક સમયે બોક્સનું વજન જ 50થી 100 ગ્રામ જેટલુ હોય છે. બોક્સના વજનને પગલે મીઠાઈ વજનમાં ઓછી આવતી હોય છે. તેમાં સરવાળે ગ્રાહકોને જ નુકસાન થતું હોય છે. 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version