મહારાષ્ટ્ર(Maharashtra)થી રાજ્યસભા(Rajyasabha Election result)ની બધી છ સીટોના પરિણામોનુ એલાન થઈ ગયુ છે.
અહીં છ સીટોમાંથી ભાજપે(BJP) ત્રણે સીટો જીતી તો શિવસેના(Shivsena), કોંગ્રેસ(Congress) અને રાકાંપા(NCP)એ એક-એક સીટ જીતી છે.
છઠ્ઠી સીટને લઇને મહાવિકાસ અઘાડી(MVA)ને ઝટકો લાગ્યો છે. આ સીટ પર બીજેપીના ધનંજય મહાડિકનો શિવસેનાના સંજય પવાર સામે વિજય થયો છે.
બીજેપીના પીયૂષ ગોયલને 48, અનિલ બોંડેને 48, શિવસેનાના સંજય રાઉતને 41, કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢીને 44, એનસીપીના પ્રફુલ પટેલને 43 મળ્યા.
