Site icon

બાપરે! ગણેશોત્સવમાં બજારમાં ભીડ ના કરવાની સરકારની અપીલને લોકો ઘોળીને પી ગયા, છેલ્લા 10 દિવસથી કોરોનાના દર્દીમાં વધારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના સક્રિય દર્દીની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ ગણેશોત્સવને પગલે બજારોમાં ખરીદી માટે ઊમટી રહેલી ભીડે સરકારનું ટેન્શન વધારી દીધું છે. લોકો મોટી સંખ્યામાં બજારમાં ઊમટી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. એટલું જ નહીં લોકો માસ્ક સુધ્ધાં પહેરતા નથી. એની અસર છેલ્લા 10 દિવસથી જણાઈ રહી છે. કોરોનાના દર્દીનો ધીમી ગતિએ વધી રહેલો આંકડો ચિંતા ઊપજાવે એવો છે. નિષ્ણાતો ફરી-ફરીને લોકોને કોરોનાને લગતા નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ પહેલી ઑગસ્ટના 78,962 સક્રિયા દર્દી હતા. 4 સપ્ટેમ્બરના આ આંકડો 52,025 હતો. એટલે કે સક્રિય દર્દીની સંખ્યામાં એક તૃતીયાંશનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે 26 ઑગસ્ટથી સક્રિય દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 26 ઑગસ્ટના 50,393 સક્રિય દર્દી હતા, તે 4 સપ્ટેમ્બરના 52,025 રહ્યા હતા. દસ દિવસ દરમિયાન સક્રિય દર્દી 50,000થી  52,000ની આસપાસ રહ્યા છે. જૂન મહિનાથી કોરોનાની બીજી લહેર ઓસરી રહી હતી. ત્યાર બાદ રાજ્યમાં રોજના 10,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા. હવે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં 5,000ની આસપાસ દર્દી નોંધાઈ રહ્યા છે.

કરનાલમાં આજે ખેડૂત મહાપંચાયત, હરિયાણા સરકારે સાવચેતીના પગલાં રૂપે આ પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી

3 સપ્ટેમ્બરના 50,466 સક્રિય દર્દી હતા, એમાંથી 16.70 ટકા એટલે કે 8,426 દર્દી ગંભીર હાલતમાં છે. તેઓ ઑક્સિજનના સપોર્ટ પર છે, તો 6.69 ટકા એટલે કે 3,376 દર્દી ICUમાં છે. 2.72 ટકા એટલે કે 1,375 દર્દી વેન્ટિલેટર પર છે. ICUની બહાર ઑક્સિજન પર 5,050 દર્દી છે. 26,287 એટલે કે 52.1 દર્દી અસિમ્પ્ટેટિક એટલે કે કોરોનાનાં લક્ષણો નહીં ધરાવતા લોકો છે. જ્યારે 24,179 દર્દી હૉસ્પિટલમાં જનરલ વૉર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version