Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઑનલાઇન શિક્ષણના બાર વાગ્યા; 71,000 શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર                                                                                                                                                                                            કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાં ઑનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યના શાળેય શિક્ષણ ખાતાના આ દાવાનો જોકે હાલમાં જ યૂ-ડાયસ પ્લસના અહેવાલે પડદા ફાશ કરી નાખ્યો હતો. તાજા અહેવાલ મુજબ મહારાષ્ટ્રની એક લાખ શાળામાંથી 71,000 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ ઉપલબ્ધ ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. છેલ્લા દોઢ વર્ષમાં શાળાઓએ બાળકોને ઑનલાઇન શિક્ષણ કેવી રીતે આપ્યું? એવા સવાલો થઈ રહ્યા છે.

દેશની દરેક શાળામાં રહેલી સુવિધાઓ બાબતે કેન્દ્રીય શિક્ષણ ખાતાએ માહિતી એકઠી કરી હતી. યૂ-ડાયસ પ્લસ આ સિસ્ટમમાં નાખવામાં આવેલા ડેટાને હાલમાં જ કેન્દ્રીય શિક્ષણપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.

રાજધાની દિલ્હીમાં અપરાધની વધુ એક ઘટના આવી સામે, આ પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા, પોલીસે શરૂ કરી તપાસ 

આ અહેવાલ મુજબ દેશમાં 15 લાખ શાળા છે. એમાંથી ફકત 3,35, 882 શાળામાં જ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં 1,10,229 શાળામાંથી ફક્ત 39,140 શાળામાં જ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. જે માત્ર 35.39 ટકા છે. રાજ્યની 71,214 શાળામાં ઇન્ટરનેટની સુવિધા જ નથી, તો 31,890 શાળામાં સાદું કૉમ્પ્યુટર પણ નથી. છતાં વિદ્યાર્થીઓને ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનો સરકાર દાવો કરી રહી છે.

CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Exit mobile version