Site icon News Continuous Bureau | Mumbai

હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઓક્ટોબર,  2021 
મંગળવાર.
મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષે સોમવારનો બંધ સફળ રહે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. મુંબઈ સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં આ પક્ષના કાર્યકર્તાઓ ફરી વળ્યા હતા અને જે ખુલ્લું દેખાય તેને બળજબરીથી બંધ કરાવતા હતા. તેમાં પણ મુંબઈમાં તો મોટાભાગના વિસ્તારોમાં શિવસૈનિકો સવારથી રસ્તા પર ઉતરી પડયા હતા.  દુકાનો, ટેક્સી, રિક્ષા અને બસ બધું બંધ કરાવી રહ્યા હતા, જેમાં તેમને પોલીસે પણ સાથ આપ્યો હતો.  નવી મુંબઈની એપીએમસી બજારો ખુલ્લી હતી, તેને પણ શિવસૈનિકોએ બંધ કરાવી દીધી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેમ જ અમુક સોશિયલ મીડિયામાં આવેલા ફોટો મુજબ મુંબઈના અમુક વિસ્તારો એવા હતાં, જ્યાં  તમામ દુકાનો ખુલ્લી હતી. અગ્રણી પક્ષના નેતાએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે મુંબઈના અન્ય વિસ્તારમાં ફરીને દુકાનો બંધ કરાવનારા ત્રણે પક્ષોના કાર્યકર્તાઓ આ વિસ્તારમાં બંધ કરાવી શકયા નહોતા. જેમાં ડોંગરી, ભાયખલાના અમુક વિસ્તારો, બાંદરા-ઈસ્ટમાં  આવેલા બહેરામપાડા, નૌપાડા અને ભારતનગરમાં દુકાન ખુલ્લી જોવા મળી હતી. આ વિસ્તારની ખુલ્લી રહેલી દુકાનોના વિડિયો સુદ્ધા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયા હતા.

બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર: 2-18 વર્ષના બાળકોને મળશે આ રસીનું 'કોરોના કવચ', જાણો કેટલા ડોઝ અપાશે

Join Our WhatsApp Channel
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Exit mobile version