ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
રાજસ્થાનનો પુષ્કરનો મેળો બહુ પ્રખ્યાત છે. અહીં યોજાતા પશુ મેળામાં એક થી એક ચઢિયાતા પ્રાણીઓ બજારમાં વેચાવા આવ્યા છે. જેમાં ઊંટ અને ઘોડા તો લાજવાબ કહેવાય છે. જોકે એ બધામાં એક પાડો સૌ કોઈના આર્કષણનું કેન્દ્ર બની ગયો છે. મહાકાય શરીર ધરાવતા પાડાનું નામ ભીમા છે તેની કિંમત 24 કરોડ રૂપિયા છે
આ પાડાનો માલિક મૂળ જોધપૂરનો રહેવાસી છે. તેનું નામ જવાહરલાલ જાંગીડ છે. તેના કહેવા મુજબ અફઘાનિસ્તાનના એક શખ્સે તેના પાડાની 24 કરોજ રૂપિયાની બોલી લગાવી હતી. પરંતુ તેણે પોતાના ભીમાને વેચવાનો ઈન્કાર કર્યો હતો. ભીમાની રોજની દેખરેખ હેઠળ તેને રોજના દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેને દરરોજ ઘી, કાજુ અને બદામ ખાવામાં આપવામાં આવે છે.