ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
પેંગ્વિન મામલે આખરે કૉન્ગ્રેસ અને ભાજપના વિરોધ સામે શિવસેનાએ નમતું જોખવું પડ્યું. વીર માતા જીજાબાઈ ઉદ્યાનનાં સાત પેંગ્વિનોની દેખભાળ માટેના પાલિકાએ ૧૫ કરોડના ટેન્ડરને રદ કરવું પડ્યું. મનસેએ પણ આ ટેન્ડર બાબતે શિવસેના પર નિશાનો સાધ્યો હતો.
કૉન્ગ્રેસ અને ભાજપના વિરોધ ઉપર સ્પષ્ટીકરણ આપનાર પ્રથમ સર્ક્યુલર બહાર પાડ્યું હતું, જેમાં પાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે ટેન્ડરનો બચાવ કરતાં કહ્યું હતું કે પેંગ્વિનને લીધે પાલિકા ઉપર કોઈ પણ જાતનો આર્થિક બોજો પડતો નથી. ઊલટું તેમને કારણે કમાણીમાં ૧૨.૨૬ કરોડ જેટલો વધારો થયો છે. ત્યાર બાદ પાલિકાએ હજી એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં આ ૧૫ કરોડના ટેન્ડરને રદ કરવાનો નિર્ણય લેવાયો છે અને ફરીથી એક નવું ટેન્ડર કાઢવામાં આવશે, જેમાં ઓછો ખર્ચ હશે.