ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
ઉત્તર પ્રદેશના મઉ ખાતે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સવારના 7:00 વાગ્યાથી તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દરોડાની કાર્યવાહી દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને તેમના ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે.
ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ વારાણસીથી મઉ પહોંચી હતી. આ દરમિયાન સપાના કાર્યકરોએ હંગામો કરતા તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.