Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધતાં વેપારી વર્ગમાં આક્રોશ વધ્યો; ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને આપ્યું આ નિવેદન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે અને દુકાનદારોને કોઈ છૂટછાટ મળી નથી. આ બાબતે નિર્ણય લેતી વખતે સરકારે વેપારીઓનો મત જાણ્યો ન હતો. તેથી હવે આ નિર્ણયથી વેપારી વર્ગમાં ભારે આક્રોશ છે.

દરમિયાન ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને પ્રેસ રિલીઝ બહાર પાડી જણાવ્યું હતું કે “વેપારીઓના નુકસાન માટે પેકેજ અથવા સબસિડી પર કોઈ ચર્ચા કેમ નથી? અસંગઠિત છૂટક ક્ષેત્રોમાં ૯૫ ટકા વેપારીઓને ૪ એપ્રિલથી ૩૧ મે સુધીમાં લઘુ અને મધ્યમ રિટેલરોને કુલ ૬૯,૫૦૦ કરોડનું નુકસાન થશે. એની ભરપાઈ કોણ કરશે?” તેમાં ઉમેરાયું હતું કે સરકારે મુંબઈ જેવા શહેરનો પણ ઉલ્લેખ કર્યો નથી કે જ્યાં કેસ સતત ઘટી રહ્યા છે અને ક્રમશ:અનલોક કરવામાં આવે તો પણ સ્થિતિને કાબૂમાં રાખી શકાય છે.

 એક જીવ એવો કે જે માછલીની જીભ ખાઈ જાય છે, પોતાનું લિંગ પરિવર્તન કરે છે અને માછલીના શરીરમાં જ પોતાનું ઘર બનાવે છે… આફ્રિકામાં જોવા મળ્યો વિચિત્ર જીવ…

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ જ્યાં ઈ-કોમર્સ વેબસાઇટ અને ઓનલાઇન પ્લેયરો જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી કોઈ પણ ભય વિના વ્યવસાય કરે છે અને નાના વેપારીઓનો વેપાર ખેંચી જઈ રહ્યા છે. જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો એસોસિયેશન કોર્ટમાં જશે. હવે સમય આવી ગયો છે કે મહારાષ્ટ્ર સરકાર વેપારીઓના પ્રશ્નો અને ચિંતાઓનો ગંભીરતાથી વિચાર કરે. અમે લોકડાઉનમાં સરકારને ટેકો આપ્યો છે, પરંતુ બદલામાં કોઈ પરસ્પર સબસિડી આપવામાં આવી નથી. વ્યાવસાયિક ખોટ અને બેરોજગારી હવે વધી રહી છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version