Site icon

કોલસાના અભાવે વીજળીનું નિર્માણ ઘટ્યું, ઑક્ટોબર હીટમાં વીજળીની માગણી વધી; તો મહારાષ્ટ્રમાં આ સમસ્યા થઈ શકે છે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
મંગળવાર 
દેશમાં કોલસાની અછત વધી ગઈ છે. એથી મહાવિતરણને વીજપુરવઠો કરનારા ઔષ્ણિક  વીજળી કેન્દ્રમાં 3330 મેગાવૉટ ક્ષમતાના અંદાજે ૧૩ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યા છે. જેને લીધે રાજ્ય ઉપર લોડશેડિંગનું સંકટ આવી શકે છે. એમાં વળી ઑક્ટોબરને લીની ગરમીને લીધે વીજળીની માગણી વધી ગઈ છે. મહાવિતરણે કરકસર કરી વીજળીનો  વપરાશ કરવાનું કહ્યું છે.

કોલસાની અછતને કારણે ગત કેટલાક દિવસથી ઔષ્ણિક વીજળી કેન્દ્રમાં વીજનિર્માણ ઘટી ગયું છે. ચંદ્રપુર, ભુસાવળ અને નાશિક પ્રત્યેકના 210 મેગાવૉટના ત્રણ વીજળી કેન્દ્રો કોલસાના અભાવે બંધ પડ્યાં છે. પારસનો 250 મેગાવૉટનું કેન્દ્ર, ભૂસાવળ અને ચંદ્રપુરનાં 500 મેગાવૉટનાં વીજકેન્દ્ર બંધ પડ્યાં છે. તેમ જ કૉસ્ટલ ગુજરાત પાવર લિમિટેડનાં 640 મેગાવૉટનાં ચાર કેન્દ્ર અને રતન ઇન્ડિયાનાં 810 મેગાવૉટનાં ત્રણ વીજકેન્દ્ર બંધ છે. એથી મહાવિતરણને ઔષ્ણિક વીજળી કેન્દ્રમાંથી કરાર પ્રમાણે મળતી વીજળીમાં ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

BMWનું મૅક્સી સ્કૂટર આજે ભારતમાં લૉન્ચ થશે; જાણો સ્કૂટરની વિશેષતાઓ

વીજળીની માગણી અને પુરવઠામાં 3330 મેગાવૉટનો તફાવત છે. પાવર એક્સચેન્જ પાસેથી વીજળીની ખરીદી થઈ રહી છે. દેશભરમાં વીજળીની માગણી વધવાથી વીજખરીદીના દર વધ્યા છે. સાથે જ કોયના અને અન્ય જળવિદ્યુત કેન્દ્ર, અપારંપારિક ઊર્જાસ્રોત દ્વારા વધુમાં વધુ વીજળી નિર્મિતિ કરાઈ રહી છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version