News Continuous Bureau | Mumbai
કોરોના(Covid19) સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ત્યારે ભારતમાં(India) ઓમિક્રોનનો(Omicron) સબ વેરિએન્ટ(Sub Variant) જોવા મળ્યો છે.
ઓમિક્રોનનો BA.4 વેરિઅન્ટ(BA.4 variant) ભારતમાં જોવા મળ્યો છે. આ વેરિએન્ટ હૈદરાબાદમાં(Hyderabad) જોવા મળ્યો છે.
દેશમાં આ વેરિઅન્ટનો પહેલો કેસ છે. જે કોવિડ-19 જીનોમિક સર્વેલન્સ(Genomic surveillance) પ્રોગ્રામ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.
આ વેરિઅન્ટ મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ(Scientists) કહ્યું કે આ વેરિઅન્ટ દેશના અન્ય ભાગોમાં પણ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે SARS CoV 2 વાયરસનો આ સ્ટ્રેન સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં(South Africa) જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર CBIનો સકંજો, આ કેસમાં તપાસ એજન્સીના 15 ઠેકાણે દરોડા.. જાણો વિગતે
